🦚

કૃષ્ણ...

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ૨૦૨૬

Krishna Janmashtami
Peacock
🦚

કૃષ્ણ...

માત્ર એક નામ નથી,

જ્યારે જીવન સમજાતું નથી, ત્યારે જવાબ છે... 🪈

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ૨૦૨૬

Author

લેખક: અમિતકુમાર વાળંદ

@amitvaland_14
Krishna
🦚

પ્રિય મિત્ર...

ક્યારેક જીવનમાં એવો સમય આવે છે...

જ્યારે બધું હોવા છતાં મન ખાલી લાગે છે.

ઘણા લોકો આસપાસ હોય, પણ પોતાની વાત સાંભળે એવું કોઈ ન હોય.

ઘણા રસ્તાઓ સામે હોય, પણ કયો રસ્તો સાચો છે એ સમજાતું ન હોય...

એ સમયે...

કદાચ આપણને કોઈ જવાબ નહીં, એક કૃષ્ણ જોઈએ છે. 🦚
કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ ✨
Krishna Friend
🪈

કૃષ્ણને ક્યાં શોધશો?

આપણે કૃષ્ણને મંદિરમાં શોધીએ છીએ...

મૂર્તિમાં શોધીએ છીએ... પૂજામાં શોધીએ છીએ...

પણ કદાચ કૃષ્ણ ત્યાં જ નથી.

જ્યારે કોઈ મુશ્કેલીમાં પણ અંદરથી અવાજ આવે કે—

“ડરતો નહીં,
બધું સારું થશે...”
કદાચ... એ જ કૃષ્ણ છે. 🪈💙
Kurukshetra
⚔️

એક મિત્ર...

કૃષ્ણ એક એવા મિત્ર છે જેને કંઈ કહેવાની જરૂર નથી...

તમારા મૌનને પણ સમજી જાય છે. કૃષ્ણ માત્ર ભગવાન નથી... મિત્ર પણ છે. 🤍

કુરુક્ષેત્ર...

અર્જુન પાસે શક્તિ હતી, જ્ઞાન હતું અને હથિયાર હતા.

છતાં જ્યારે સમય આવ્યો, ત્યારે તે પણ ગૂંચવાઈ ગયો.

કૃષ્ણે તેના માટે યુદ્ધ નથી લડ્યું...

તેમણે ફક્ત તેને પોતાનું કર્તવ્ય યાદ અપાવ્યું.

“હું તારો રસ્તો નહીં ચાલું,
પણ તને રસ્તો જરૂર બતાવીશ.” 🪈
Flute Lesson

કૃષ્ણ શું શીખવે છે?

કૃષ્ણ ક્યારેય એવું નથી કહેતા કે જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે.

તેઓ ફક્ત એટલું શીખવે છે—

મુશ્કેલીઓ આવે ત્યારે પોતાને ગુમાવી ન દેતા.

પરિસ્થિતિ બદલાશે... લોકો બદલાશે... સમય બદલાશે...

પણ જો વિશ્વાસ મજબૂત હશે, તો રસ્તો જરૂર મળશે. ✨

🪈 વાંસળી

વાંસળી અંદરથી ખાલી હોય છે, ત્યારે જ તેમાં મધુર સંગીત જન્મે છે.

દરેક ખાલી જગ્યા અંત નથી હોતી... ક્યારેક ત્યાંથી એક નવું સંગીત શરૂ થાય છે.
Krishna Blessing
🦚

આ જન્માષ્ટમી પર...

કૃષ્ણ પાસે કંઈ માંગવું નથી...

બસ એટલું જોઈએ છે—

જ્યારે હું ખોટો હોઉં, ત્યારે મને સમજાવજો.

જ્યારે હું ડરી જાઉં, ત્યારે મને હિંમત આપજો.

જ્યારે હું ભટકી જાઉં, ત્યારે મને રસ્તો બતાવજો.

અને જ્યારે બધું સારું ચાલી રહ્યું હોય...

ત્યારે મને તમને ભૂલવા ન દેજો. 🤍

જય શ્રી કૃષ્ણ 🙏

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ૨૦૨૬ની
હાર્દિક શુભકામનાઓ ✨